સાયન્સની દુનિયામાં આજના દિવસે બનેલો આ સંયોગ બેહદ ચોંકાવનારો છે.
આજે 14 માર્ચે એક એવો સંયોગ બન્યો છે જે સાયન્સની દુનિયા માટે ઘણો હેરાન કરનારો છે. આજના દિવસે દુનિયાના બે સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંથી એકનો જન્મ થયો હતો અને બીજાનું મોત! આજના દિવસે એટલે કે 14 માર્ચ 1879ના દિવસે પ્રખ્યાત વૈજ્ઞાનિક આલબર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો.
આઈન્સ્ટાઈનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મોટા હોય કે નાના બાળકો, આજે પણ સાયન્સમાં રસ દાખવતા લોકોને તેમના નામની ખબર છે. ત્યાં જ બીજા અને આઈન્સ્ટાઈન બાદના મોડર્ન દુનિયાના જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું આજના દિવસે જ નિધન થયું છે. આમ એક ત્રીજા વૈજ્ઞાનિક સાથેનો પણ અજબ સંયોગ જોડાયેલો છે જે હેરાન કરનારો છે. આ છે એ અજબ સંયોગ...
તમને જાણીને હેરાની થશે કે જે દિવસે સ્ટીફન હોકીંગ્સનો જન્મ થયો એ જ તારીખે મહાન વૈજ્ઞાનિક ગેલીલિયોનું પણ મોત થયું હતું. ગેલીલિયોનું મોત 8 જાન્યુઆરી 1642ના રોજ થયું હતું. જયારે સ્ટીફન હોકિંગ્સનો જન્મ ઠીક 300 વર્ષ બાદ 8 જાન્યુઆરી 1942માં થયો.
જો આ ત્રણેય કડીઓને જોડવામાં આવે તો આપણે મેળવીશું કે સ્ટીફન હોકીંગના જન્મ અને તેમના મૃત્યુની તારીખ દુનિયાના બે મહાન વૈજ્ઞાનિકો સાથે જોડાયેલી છે. 14 માર્ચ એટલે કે આજના દિવસે સ્ટીફનનું નિધન થયું, જો કે આલબર્ટ આઈન્સ્ટાઈનની જન્મ તારીખ છે. ત્યાં જ 8 જાન્યુઆરીએ સ્ટીફનનો જન્મ થયો હતો તો મહાન ગેલીલિયોનું નિધન એ તારીખે થયું હતું.
76નો સંયોગ
હેરાન કરનારી વાત એ છે કે આઈન્સ્ટાઈનનું મોત પણ 76 વર્ષની ઉંમરે થયું અને હવે સ્ટીફનનું નિધન 76 વર્ષની ઉંમરે થઇ ગયું. આટલું જ નહીં ગેલીલિયોનું નિધન 77 વર્ષની ઉંમરે થયું હતું.
21 વર્ષની ઉંમરે થયા હતા બીમાર
હોકિંગનો જન્મ બ્રિટનમાં 8 જાન્યુઆરી 1942ના રોજ થયો હતો. 21 વર્ષની ઉંમરે તેમને એક દુર્લભ બીમારી થઇ ગઈ. બ્લેક હોલ અને બિગ બેંગ થિયરી સમજવા માટે તેમનું યોગદાન ખુબ જ અગત્યનું છે.
આ સ્ટોરી વિશે આપની ટિપ્પણી કે અભિપ્રાય "Add Your Comment" પર ક્લિક કરીને આપી શકો છો.
[Source] : via 9Mood
0 comments:
Post a Comment